(हिन्दी अनुवाद आगे निचे दिया गया हे)
સ્નેહી શ્રી,
જય સિયારામ🙏
પ. પૂ. ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકજી પાસેથી પ્રેરણા લઇ અમારું કષ્ટભંજન દેવ સુંદરકાંડ સત્સંગ મંડળ છેલ્લા 22+ વર્ષોથી અવિરત સુંદરકાંડ ના પાઠ કરે છે, અમારો ઉદ્દેશ માત્ર અને માત્ર આપણા સૌ ના કલ્યાણ નો જ છે, અને તેથી જ અમારૂ આ ધાર્મિક કાર્ય તદ્દન નિઃશુલ્ક છે, અમારા કોઈ પણ સભ્ય પાઠ ના બદલા માં કોઈ જ પણ પ્રકાર ની સીધી કે આડકતરી રીતે કોઈ પણ જાત ની આશા કે અપેક્ષાઓ રાખતા નથી, આ ધાર્મિક કાર્ય નિમિત્તે અમો આપના આંગણે આવીયે ત્યારે પણ જમીન પર બેસવા આસન અને પાણી સિવાય કશું જ ગ્રહણ કરતા નથી. જેથી અમારી કોઈ આગતા-સ્વાગતા, ચા નાસ્તો કે કોઈ પીણાં ની ઓફર અમે સ્વીકારતા નથી અને આ શિષ્ટાચાર નું અમો સખ્ત ચુસ્ત રીતે પાલન કરીયે છીએ અને તેમાં આપ પાસે થી પણ સહકાર ની આશા રાખીયે છીએ.
ભગવાની ની છબીઓ અને મૂર્તિ, બાજોઠ તેમજ તેમના આસનો અમે લોકો સાથે જ રાખીયે છીએ, તદુપરાંત, સુંદરકાંડ ના પુસ્તકો, માઇક અને સ્પીકર (જરૂર પડે તો) તેમજ સાથે વાંજીત્રો (હાર્મોનિયમ, તબલા, મંજીરા,કરતાલ વિગેરે) અમારી પોતાની સાથે જ લાવીએ છીએ જેનો કોઈ પણ પ્રકાર નો ચાર્જ હોતો નથી. આપના સુંદરકાંડ ના પાઠ ના શુભ સ્થળ સુધી આવવા જવા નો ખર્ચ પણ હનુમાનજી ની મદદ થી ચાલે છે જેથી તેની પણ અમો કોઈ અપેક્ષા રાખતા નથી.
સુંદરકાંડ નો પાઠ, લગભગ સંપૂર્ણ બે કલાક સુધી ચાલે છે, પાઠ ની શરૂઆત, ભગવાન ની સ્તુતિ અને આહ્વાન થી કરવામાં આવે છે, સુંદરકાંડ નો પાઠ પૂર્ણ થયે, હનુમાન ચાલીસા અને આરતી પછી ક્ષમાપના સાથે વિસર્જન કરવામાં આવે છે, અહીં પણ, આરતી માં અથવા અથવા ભગવાન ની બેઠક પાસે કોઈ પણ પ્રકાર નું દાન/ભેટ સ્વીકારવામાં આવતું નથી. હા, આપને દાન કે ભેટ ની ઈચ્છા થાય તો આપ અમારા ટ્રસ્ટ ના એકાઉન્ટ માં ઓનલાઇન જમા કરી શકો છો.
આપણું આ ટ્રસ્ટ ધાર્મિક કેટેગરી માં ગવર્નમેન્ટ માં રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે જેમાં રામ મંદિર ના નિર્માણ અને સામાજિક સેવા ના કાર્યો અવિરત ચાલતા રહે છે અને તેનો પાઇ પાઇ નો હિસાબ અને તેની નિશ્ચિત સમયાંતરે, રેગ્યુલર ઓડિટ પણ થાય છે.પરંતુ આ સંપૂર્ણ સ્વૈચ્છીક છે અને અમારા ટ્રસ્ટ ના સુંદરકાંડ પાઠ હંમેશા તદ્દન નિઃશુલ્ક હતા અને નિઃશુલ્ક જ રહેશે, અમે કોઈ પણ પ્રકારે પ્રભુ નું અમૂલ્ય નું મૂલ્ય કરી ને એને વેચવા માંગતા નથી.
સુંદરકાંડ પાઠ માટે, યજમાન તરફથી ભગવાન માટે સેવા ની તૈયારી ની અપેક્ષા:
(1) શક્ય હોય તો 3 સીટ વાળો સોફા, હીંચકો કે એવું લાબું ટેબલ પાછળ ટેકા વાળું ચાલે
(2) 2 કલાક સુધી ચાલે એટલો અખંડ દીવો (તેલ અથવા ઘી, ગમે તે ચાલે)
(3) ધૂપ/અગરબત્તી અને અગરબત્તી નું સ્ટેન્ડ
(4) દીવો અને અગરબત્તી પ્રગટાવવા માચીસ
(5) તાંબા નો કળશ અને ચમચી - ભગવાન ને જળ ધરવા માટે (તાંબું ના હોય તો સ્ટીલ પણ ચાલશે)
(6) દિવા માટે અને પ્રસાદી ના ફળ ધરવા માટે 2/3 થાળી અથવા ડીશો
(6) પાંચ - સાત નંગ લવિંગ નો ભૂકો (ભગવાન ના જળ માં નાખવા માટે)
(7) ચંદન (ભગવાન ના ફોટા અને મૂર્તિ ને ચાંદલા કરવા માટે )
(8) એક મોટો અને એક નાનો ફૂલ નો હાર, અને એક આંકડા નો હાર (સફેદ આંકડો હોય તો વધુ સારું)- કુલ ત્રણ હાર અને થોડા ફૂલ
(9) ભગવાન ને ધરવા માટે પાંચ (શક્ય હોય તો) જાતના ફળ અને બીજી પ્રસાદી (પાઠ માં આવનારા લોકો ને પુરી પડે એટલી - બુંદી અથવા સીંગ, સાકર પણ ધરી શકાય)
(10) પાંચ ઘી ના દિવા ની આરતી અને કપૂર ની ગોટી
જરૂરી સૂચના :-
(1) શક્ય હોય તો ઘરના પીવાના પાણી ની બોટલો ની વ્યવસ્થા પહેલે થી કરી રાખવી જેથી પછી ચાલુ પાઠ માં વચ્ચે ઉઠવાની અને ડિસ્ટર્બ થવાની /કોઈ ને ડિસ્ટર્બ કરવાની જરૂર ના પડે, અને આપણે ખુબજ એકાગ્રતા થી અને સાથે મળી ને ભગવાન નું સ્મરણ અને સત્સંગ કરી શકીયે.
(2) પ્રસાદ માં કોઈપણ જગ્યા એ તુલસીપત્ર નો ઉપયોગ કરવો નહિ. તેમજ પ્રસાદ માં મૂકેલું જળ તુલસી ક્યારે ક્યારેય ન ચડાવવું જોઈએ. કારણ કે તુલસીજી ના વિવાહ વિષ્ણુ ભગવાન સાથે (તુલસીવિવાહ) થયેલા છે.
(3) આ ઉપરાંત પ્રસાદ માં સીતાફળ નો ઉપયોગ વર્જ્ય છે કારણકે આ ફળ માં સીતામાતા નું નામ છે એટલે એ ભગવાન ને ફળ સ્વરૂપે ધરવું ન જોઈએ.
🙏જય સિયારામ🙏
स्नेही श्री,
जय सियाराम 🙏
प. पू. गुरूजी श्री अश्विनकुमार पाठक जी से प्रेरणा लेकर, हमारा ये कष्टभंजनदेव सुन्दरकाण्ड सत्संग मंडल, 22 + सालों से लगातार सुन्दरकाण्ड का पाठ करता आ रहा हे. हमारा लक्ष्य पूर्णतया और सिर्फ हम सब लोगों का कल्याण ही हे. और इसीलिए हमारा यह धार्मिक कार्य पूर्णतया निशुल्क हे. हमारे मंडल का कोई भी सदस्य, पाठ करने के बदले में, प्रत्यक्ष या परोक्ष रूप से किसी प्रकार की कोई आशा या अपेक्षा नहीं है। और इसलिए ही हम लोग कही पर भी हमारा स्वागत, चाय, नाश्ता या किसी भी पेय के किसी भी प्रस्ताव को स्वीकार नहीं करते हैं और हम इस शिष्टाचार का सख्ती से पालन करते हैं और इसमें भी आपके सहयोग की अपेक्षा भी करते हैं।
हम लोगों के पास भगवान की छवियों और मूर्तियों, बाजोठ एवं उनके आसनों, साथ ही सुंदरकांड की किताबें, माइक और स्पीकर (यदि आवश्यक हो) के साथ-साथ वाद्ययंत्र (हार्मोनियम, तबला, मंजीरा, करताल आदि) भी अपने पास रखते हैं। जिसका किसी प्रकार का कोई शुल्क नहीं है। आपके वहां , सुंदरकांड पाठ के शुभ स्थल तक आने जाने का खर्च भी हनुमानजी की सहायता से पूरा किया जाता है ताकि हमें इसकी कोई उम्मीद नहीं रखते है।
सुंदरकांड का पाठ पूरे दो घंटे तक चलता है, पाठ की शुरुआत भगवान की स्तुति और आह्वान के साथ की जाती है, हनुमान चालीसा, आरती और क्षमापन के साथ विसर्जन करने के बाद सुंदरकांड का पाठ संपन्न होता है, यहां भी, आरती या भगवान की पूजा स्थान पर भी किसी भी प्रकार का उपहार / पैसे / दान / भेंट स्वीकार नहीं किया जाता है। हाँ, अगर आपको दान या भेट की इच्छा हो तो आप हमारे ट्रस्ट के एकाउंट में ऑनलाइन जमा कर सकते है।
हमारा यह ट्रस्ट धार्मिक ट्रस्ट की केटेगरी के अंतर्गत गवर्नमेंट में रजिस्टर्ड है, जिस में श्री राम मंदिर का निर्माण, और अन्य सामाजिक सेवाएँ अविरत चलती रहती हे,और इसका पैसे पैसे का हिसाब और इनकी पिरिओडिकली ऑडिट भी होती हे, पर ये बिलकुल ही स्वैच्छिक हे, हमारा सुन्दरकाण्ड पाठ हर हंमेशा निशुल्क था और निशुल्क रहेगा, हम किसी भी हालत में प्रभु श्री राम का अनमोल नाम का मोल करके उसे बेचना नहीं चाहते है।
सुंदरकांड पाठ के लिए, भगवान की सेवा के लिए तैयारी के लिए निचे दी गई सामग्री और व्यवस्था अपेक्षित हे :
(1) यदि संभव हो तो, एक 3-सीटर सोफा या पीछे सहारा वाला मेज या झूला
(2) 2 घंटे तक चलने वाला दीपक (तेल या घी, जो भी हो)
(3) धूप/अगरबत्ती और अगरबत्ती का स्टैंड
(4) दीपक और अगरबत्ती प्रज्वलित करने हेतु माचिस
(5) तांबे का बर्तन और चम्मच - (भगवान को जल धरने के लिए -तांबा उपलब्ध न हो तो स्टील से भी काम चल जाएगा))
(6) दीपक के लिए और प्रसादी का फल रखने के लिए 2/3 थाली या बड़ी डिश
(6) पांच-सात नंग लौंग (क्रश करके भगवान के जल में डालने के लिए)
(7) चंदन (भगवान की तस्वीर और मूर्ति को तिलक करने के लिए )
(8) एक बड़ा और छोटा फूलों का हार, और संख्याओं का हार (यदि कोई सफेद आंकड़ा का फूल का हार हो तो बेहतर) - कुल तीन बड़ी माला और कुछ छुट्टे फूल
(9) पांच (यदि संभव हो सके तो) किस्म के फल और अन्य प्रसादी (पाठ में बैठने वाले भक्तो के लिए- बूंदी या मूंगफली - साकर भी रख सकते है)
(10) आरती के लिए पांच दीपक की थाली (घी के दिये) और कपूर की गोटी.
आवश्यक सुचना:-
(1) यदि संभव हो तो सब लोगो को पीने के घरका ही पानी की पहले से ही व्यवस्था करें ताकि पाठ शुरू हो दरम्यान किसी को उठने और परेशान करने की आवश्यकता न हो, और हम मन लगाकर भगवान का सत्संग बड़ी एकाग्रता और एक साथ कर सकें।
(2) प्रसाद में कही पर भी तुलसीदल (तुलसी के पत्ते) का उपयोग नहीं करना चाहिए, एवं प्रसाद में रखा हुआ जल भी तुलसी जी को कभी नहीं चढ़ाना चाहिए क्योंकि तुलसिविवाह के दिन तुलसी जी का विवाह श्री विष्णुभगवान के साथ हुआ था, तो उनको यह जल समर्पित नहीं करना चाहिए।
(3) इसके अलावा, प्रसाद में "सीताफल" का उपयोग वर्ज्य हे क्यूंकि इस फल में सीता मैया का नाम हे, इसीलिए भगवान को फल स्वरूप रख ना नहीं चाहिए।
🙏जय सियाराम🙏